Wednesday, May 8, 2013

એ કૉલેજના દિવસો



કૉલેજ અભ્યાસ પૂરો થવા આવ્યો છે ત્યારે મારા વહાલા ફાર્માસિસ્ટ મિત્રો માટે લખેલી કવિતા…!!!
“એ કૉલેજના દિવસો”

ઘણુ શીખ્યા, વધુ જીવ્યા, ઘણા બધા મિત્રો મળ્યા, કેટલાક તો જીવનભર ના સાથી મળ્યા,
થોડી યાદો, ખૂબ ખુશીઓ, થોડા ઝગડા, વધુ મસ્તીઓ…!

એડમિશન લીધુ ત્યારે હૃદયમા આનંદ, મનમાં અભિમાન હતુ, ખોટુ નહી કહુ, થોડો ડર પણ હતો,
અજાણી જગ્યા, અજાણ્યા લોકો, પરંતુ મનમાં ઉચાટ કરતા ઉમંગ વધુ હતો,

નવા મિત્રો બનાવાનો, ફાર્માસિસ્ટ બનીશુ ઍ વિશે નો,
ખબર ના પડી બે વર્ષ ક્યા વીતી ગયા, કૉલેજ ના દિવસો ક્યા ઓઝલ થઇ ગયા,

હજુ કાલે તો પહેલો લેક્ચર એટ્ટેન્ડ કર્યો, હજુ કાલે તો પહેલો પ્રેક્ટિકલ એટ્ટેન્ડ કર્યો
હજુ કાલે તો ટેબ્લેટ રૂમ મા ટેબ્લેટ પાડતા શીખ્યા, હજુ કાલે તો ગોટા જેવા માઇક્રોસ્ફિયર બનવ્યા,
હજુ કાલે તો પેલા બગડેલા સ્પેક્ટ્રોમીટર મા રીડીંગ લીધા, હજુ કાલે તો લેબ મા ભજીયા ખાધા હતા,
હજુ કાલે તો ચાલુ લેક્ચર મા મેસેજ કરતા હતા, હજુ કાલે તો મોડા આવવાનુ બહાનુ બનાવતા શીખ્યા હતા,
હજુ કાલે તો પહેલો રીસર્ચ આર્ટીકલ વાચ્યો હતો, હજુ કાલે તો કાલે રાત્રે તો જર્નલ બાઇન્ડ કરાવી હતી,
હજુ કાલે તો પેહલી કસોટી શરૂ થઈ હતી, હજુ કાલે તો ફાઇનલ નુ રીઝલ્ટ આવ્યુ હતુ,
હજુ કાલે તો ગાઇડ નુ સિલેક્શન થયુ હતુ, હજુ કાલે તો પ્રોજેક્ટ ચાલુ કર્યો હતો,
હજુ કાલે તો ડિઝર્ટેશન લેબ મા પગ મૂક્યો હતો, કોલેજ મા શિક્ષક દિન ઉજવ્યો હતો,
હજુ કાલ સુધી તો બધા ના માનસપટ પર એકબીજા ની મિત્રતા અને મસ્તી નો નશો સવાર હતો.

આ બે વર્ષ, આ યાદગાર બે વર્ષ, બધા ના હૃદયમાં કોતરાઈ ગયા,
હજુ વિશ્વાસ નથી, કે કાલે છૂટા પડીશુ, દરેક ના મનમાં ઘણા સવાલો છે,

હવે ક્યારે આખી રાતો જાગી ને વાંચીશુ? હવે ક્યારે લક્ષ્મીઍ સાથે ચા પીવા જઈશુ?
હવે લોજીક વગરની ચર્ચા કોની સાથે કરીશુ, હવે રાત્રે 12 વાગ્યે કોનો જન્મદિન ઉજવીશુ.?
હવે ક્યારે રાત્રે 2 વાગ્યે મોટા બજાર નાસ્તો કરવા જઈશુ? હવે બંક મારી ને સિનેમા જોવા કોણ જશે..?
હવે ક્યારે બાઇક પર ત્રણ જણા બેસી ને જઇશુ? હવે ક્યારે કેન્ટીન ની મસ્તીઓ થશે..?
હવે રૂપિયા નઈ હોય ત્યારે ઉધાર કોણ રાખશે? હવે મિત્રો પાસે વારંવાર મફત ની પાર્ટી કેવી રીતે માંગીશુ?
હવે વાત-વાતમાં શરત કોણ લગાવશે..? હવે વગર કારણે હેરાન કોણ કરશે..?
હવે કારણ વગર ફોટો કોણ પાડશે, હવે ઊંચા લેવલ ના હથોડા કોણ મારશે.?

સવાલ ઘણા છે, જવાબ નથી, છે તો માત્ર ઍક આશા. ફરી મળીશુ, ફરી જીવીશુ.
ફાર્માસિસ્ટ બની ગયા, મંઝિલ તો આવી ગઈ, પણ હવે લાગે છે કે મુસાફરીમાં જ મજા હતી,

ખોટુ નહી કહુ, થોડો ડરેલો છુ, આ વખતે ઉમંગ કરતા ઉચાટ વધુ છે,
બહાર નવી દુનિયા છે, અજાણ્યા લોકો છે, પણ મનમાં આત્મવિશ્વાસ પણ ભરપુર છે.

દરેક નો આભાર, આ બે વર્ષ સુંદર રંગો થી ભરવા માટે, ઘણી યાદો આપવા માટે,
જેને યાદ કરીને, ક્યારેક એકાંતમાં હસી લઈશુ ,ક્યારેક રડી લઈશુ.
આ બે વર્ષ, ઘણુ શીખ્યા, વધુ જીવ્યા ઘણા બધા મિત્રો મળ્યા, કેટલાક તો જીવનભર ના સાથી મળ્યા,
થોડા ઝગડા, વધુ મસ્તીઓ. થોડી યાદો, ખૂબ ખુશીઓ…!

-હાર્દિક પરીખ